ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 25 એપ્રિલ 2015 (12:19 IST)

દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં જોરદાર ભૂકંપ, તીવ્રતા 7.5

દિલ્હી એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં શનિવારે બપોરે ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા. ઉત્તર પૂર્વના રાજ્યોમાં સૌથી વધુ આ ભૂકંપની અસર જોવા મળી છે.  ખૂબ મોડા સુધી આ ભૂકંપના ઝટકા અનુભવાયા.  ઉત્તરપ્રદેશ, કલકત્તા, બિહાર અને ઉડીસા સહિત અનેક રાજ્યોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા. ભૂકંપની જાણ થતા જ લોકો ઘર અને ઓફિસોમાંથી બહાર નીકળીને રસ્તાઓ પર આવી ગયા. 
 
એવુ કહેવાય રહ્યુ છે કે આ ભૂકંપના સૌથી વધુ ઝટકા પશ્ચિમ બંગાળમાં અનુભવાયા. તેનુ કેન્દ્ર નેપાળના કાઠમાંડુમાં બતાવાય રહ્યુ છે. રિએક્ટર સ્કેલમાં તેની તીવ્રતા 7.4 માપવામાં આવી. આ ઝટકા સતત લગભગ એક મિનિટ સુધી અનુભવાયા.